Xaar 2001+

વિશ્વમાં સૌથી દક્ષ સિરામિક્સ પ્રિન્ટહેડ

front-and-back-ash

નવું Xaar 2001+ એ સિરામિક ટાઇલ ડેકોરેશન માટે ઉત્પાદનની બેજોડ લવચીકતા, બજાર-અગ્રણી પ્રિન્ટ ગુણવત્તા અને ઔદ્યોગિક વિશ્વસનીયતા આપતો પ્રિન્ટહેડ્સનો સૌથી દક્ષ સમૂહ છે.

ટીપાંની ત્રણ સાઇઝ રેન્જમાં ઉપલબ્ધ પ્રિન્ટહેડનો આ નવો સમૂહ, દરેક 720 ડીપીઆઇ પર એક રંગ કે 360 ડીપીઆઇ પર બે રંગોના ટીપાંની ધાર છોડતો હોવાથી અદ્વિતીય છે. ટાઇલ ઉત્પાદકો તેની ડિઝાઇનની પરમ દક્ષતાથી લાભાંવિત થાય છે કારણ કે તેઓ એક એવું પ્રિન્ટર સેટ-અપ પસંદ કરી શકે છે જે તેમની ઉત્પાદકતા, પ્રિન્ટ ગુણવત્તા અને ટાઇલ ડિઝાઇનની જરૂરિયાતોને પૂરી કરે છે. આ ઉપરાંત, તેઓ પ્રિન્ટરના સેટ-અપને ઝડપી અને કિફાયતી રીતે એડજસ્ટ કરી શકે છે જેથી ડિઝાઇનના બદલાતા વલણોને પ્રતિસાદ આપી શકાય.

સર્લેટ ખાતે XAAR 2001+ પ્રિન્ટહેડ્સ વધુ કિફાયતી ટાઇલ પ્રિન્ટરો શક્ય બનાવે છે

Xaar 2001+ પ્રિન્ટહેડ્સનો સમૂહ સિરામિક ટાઇલ ડિઝાઇનો અને પેટર્નની વિસ્તૃત શ્રેણી પ્રિન્ટ કરવા માટે આદર્શ છે. Xaar 2001+ થી સક્ષમ બનેલા પ્રિન્ટરો ડિઝાઇનના બદલાવોને વધુ ઝડપી અને કિફાયતી રીતે પ્રતિસાદ આપી શકે છે.

  • દરેક 720 ડીપીઆઇ પર એક રંગ કે 360 ડીપીઆઇ પર બે રંગોના ટીપાંની ધાર છોડતું હોવાથી, શાહીના કન્ફિગરેશનમાં બદલાવો ડિઝાઇનના વલણોને પ્રતિસાદ આપી શકે છે
  • ટીપાંની 3 સાઇઝમાં ઉપલબ્ધ: GS6C (6 પીએલ) દીવાલની ટાઇલો માટે આદર્શ અત્યંત બારીક વિગતો પ્રિન્ટ કરે છે; GS12C (12 પીએલ) સિરામિક ડિઝાઇનોની બહોળી શ્રેણીને આવરી લેવા માટે બારીક વિગતો અને ઉચ્ચ લેડાઉનનું સંતુલન સાધે છે; GS40C (40 પીએલ) સ્પેશિયલ ઇફેક્ટ્સ માટે ઉચ્ચતમ લેડાઉન રૂપે ટીપાંની ધાર છોડે છે
  • ઇષ્ટતમ ભૂમિતિ વાળા 2000 નોઝલ્સ તેલ-આધારિત સિરામિક શાહીઓની બહોળી શ્રેણી સાથે ઉચ્ચ ઉત્પાદકતા આપે છે.

Xaar 2001+ સમૂહ પ્રતિસ્પર્ધકોથી અલગ તરી આવતી સિરામિક ટાઇલ્સ સર્જવા માટે બજાર-અગ્રણી પ્રિન્ટ ગુણવત્તા, ઉચ્ચ ઉત્પાદકતા અને ઉચ્ચ ઇન્ક લેડાઉન પૂરું પાડે છે.

  • 720 ડીપીઆઇ અને 8 ગ્રે લેવલ્સ સાથે બજાર-અગ્રણી પ્રિન્ટ ગુણવત્તાનો અર્થ એ છે કે ટાઇલ ઉત્પાદકો ફરસ અને દીવાલની ટાઇલો માટે ડિઝાઇનોની બહોળી શ્રેણીનું ઉત્પાદન કરી શકે છે
  • 50 મીટર/મિનિટ (39 ગ્રામ/મીટર2* જેટલું ઇન્ક લેડાઉન) ની ઉચ્ચ લાઇન સ્પીડ ઉત્પાદનની ઉચ્ચ ઊપજ અને રોકાણ પર ઝડપી વળતર સક્ષમ બનાવે છે
  • ઉચ્ચ ઇન્ક લેડાઉન (25 મીટર/મિનિટની લાઇન સ્પીડ* પર 87 ગ્રામ/મીટર2 જેટલી) સઘન ઇફેક્ટ્સ વાળી ટાઇલ ડિઝાઇનો આપે છે.

*Xaar 2001+ GS40C

Xaar 2001+ સમૂહ ઉચ્ચ ઉત્પાદન ઊપજ અને રોકાણ પર ઝડપી વળતર માટે સંચાલકના લધુત્તમ હસ્તક્ષેપથી મહત્તમ પ્રોડક્શન અપટાઇમ આપે છે.

  • Xaar ની TF Technology® વાળું શાહી પુનઃ પરિભ્રમણ ટીપું છોડતી વખતે સીધા નોઝલની પાછળથી ઉચ્ચ દરે શાહીનો સતત પ્રવાહ સુનિશ્ચિત કરે છે; હવાના પરપોટા અને અનિચ્છિત કણોને દૂર લઇ જવાય છે – જાળવણી પાળી દીઠ એક કે તેથી ઓછી વખત સુધી ઘટી જાય છે
  • XaarGuard નોઝલ પ્લેટ મિકેનિકલ પ્રભાવથી ખૂબ જ અસરકારક રક્ષણ પૂરું પાડે છે જેથી ઉત્પાદનમાં ખલેલો ઓછી રહે છે
  • દરેક પ્રિન્ટહેડમાં એક્ચુએટરની કામગીરી Xaarના ટ્યૂન્ડ એક્ચુએટર નિર્માણથી (Tuned Actuator Manufacturing) ઇષ્ટતમ બનાવવામાં આવે છે. આ પ્રક્રિયા સરળ અને ઝડપી સેટ અપ સાથે પૂર્ણ સ્કેલેબિલિટી સુનિશ્ચિત કરે છે, પ્રિન્ટહેડને બદલવાનું સુવ્યવસ્થિત બનાવે છે અને જુદા જુદા ગ્રેસ્કેલ સ્તરોએ અનેક પ્રિન્ટહેડ્સ સાથે લાંબા પ્રિન્ટ બાર્સ પર સુસંગત પ્રિન્ટ ગુણવત્તા હાંસલ કરે છે.
  • નવી XaarSMART ટેક્નોલૉજી વાસ્તવિક સમયમાં શાહીનું તાપમાન અને પ્રિન્ટહેડની સ્થિતિ જણાવે છે જેથી સમગ્ર પ્રોડક્શન રન દરમિયાન સુસંગત પ્રિન્ટ ગુણવત્તા આપવા માટે પ્રિન્ટરની કામગીરીને સહેલાઇથી એડજસ્ટ કરી શકાય.

ડાઉનલોડ કરો ડેટા શીટ

Xaar 2001+ ડેટા શીટ ( ગુજુરાતી ) (342.98 Kb)

ફક્ત આ ફોર્મ ભરો Xaar વિશે અમારા નિષ્ણાતના એક સાથે વાત કરવા 2001+

નામ (જરૂરી)

કંપની (જરૂરી)

ઈ - મેઈલ સરનામું (જરૂરી)

ફોન નંબર (જરૂરી)

દેશ

પ્રિન્ટર ઉત્પાદક

સંદેશ