કઈ ડિઝાઇનો શક્ય છે?

 

Xaar 2001+ ની અસાધારણ દક્ષતા અને પ્રિન્ટ ગુણવત્તાની મદદથી ટાઇલ ડિઝાઇનરો ધોરણસરની ડિઝિટલી ડેકોરેટેડ ટાઇલ્સથી જુદી તરી આવતી ડિઝાઇનો સર્જી શકે છે, અને ટાઇલ ઉત્પાદકો માટે મૂલ્ય અને નફો વધારી શકે છે.

સ્થાનિક વલણો અને ફૅશન સાથે કદમ મિલાવવા ડિઝાઇનોને સ્ટૉક બગાડ્યા વિના જેટલી વખત બદલવી હોય તેટલી વખત બદલી શકાય છે, કારણ કે ડિજિટલ પ્રિન્ટિંગનો અર્થ એ છે કે પ્રોડક્શન રન જરૂરી હોય તેટલા નાના કરી શકાય છે. તેથી ‘મર્યાદિત આવૃત્તિ’ અથવા એક જ વખતની ડિઝાઇનો હવે સરળતાથી નિર્મિત કરાય છે.

Xaar ના સિરામિક પ્રિન્ટહેડ્સથી સર્જવું શક્ય છે તેવા કેટલાક ડેકોરેશન અને સ્પેશિયલ ઇફેક્ટ્સ તરફ નીચે નજર કરો.